દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે માગશર સુદ અગિયારસના દિવસે જ કુરુક્ષેત્રમાં મોક્ષ આપવાવાળી ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ માટે આજનો દિવસ ગીતા જયંતી તરીકે ઉજવાય છે. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહે છે. ભગવાન કૃષ્ણના મુખેથી ગીતા જ્ઞાન પ્રગટ કર્યું. દરેક અવતારોની જયંતી ઉજવાય પણ ગીતા જ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઉજવાય છે.
ગીતામાં કુલ 18 અધ્યાયો છે, જેમાં 6 અધ્યાય કર્મયોગ, 6 અધ્યાય જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાય ભક્તિયોગ પર આધારિત છે. તેમાં 700 જેવા શ્લોક છે. અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકોની રચના થયેલી છે. મહર્ષિ વેદવ્યાસે ગીતા નામ આપ્યું છે. જ્ઞાન, કર્મ, શ્રદ્ધા, સંયમ, નવપ્રકારની ભક્તિ, કાળકર્મ, જીવન માયા ઈશ્વર પ્રકૃતિ, જીવનને બંધન અને મોક્ષ કેવી રીતે થાય છે. તેના પર પ્રતિપાદન કરાયું છે. આશરે 5 હજાર વર્ષ પહેલા ગીતાનું સર્જન થયેલું છે. દુનિયાભરમાં વસતા હિંદુ ધર્મ પાળતા લોકોના ઘરમાં ગ્રંથ રહેલો છે. 100થી વધુ ભાષામાં ભાષાંતર થયેલું છે.
ગીતાનો સાર માત્ર એક વાક્યમાં છે કે ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઈએ. માણસને કશું નહી તેણે કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે.
No comments:
Post a Comment