Pages

Pages

Tuesday, 19 October 2021

GIET

🥇ચાણક્ય🥇 
 GIET ની આગામી શ્રેણી "ચાણક્ય" માટે નોમીનેશન મોકલવા આપ સૌને હાર્દિક નિમંત્રણ

👉 આપે શિક્ષણમાં કોઈ વિષય વસ્તુ આધારિત પ્રયોગ કર્યો હોય, બાળકોમાં મૂલ્ય શિક્ષણ માટે કોઈ પ્રયોગ કર્યો હોય, શિક્ષણ પદ્ધતિમાં કોઈ નાવિન્યપૂર્ણ પ્રયોગ કર્યો હોય, શાળાના ભૌતિક વિકાસ કે ભાવાવરણ માટે કોઈ પ્રયોગ કર્યો હોય તો આપના પ્રયોગની વિગતો આપના તાલુકા/URC/SVS ના વિદ્યા વાહક ને મોકલી આપો. 
👉 સાથે આપના પ્રયોગની વિગતો સમાવિષ્ટ થાય એ પ્રકારનો ઓછામાં ઓછી 3 અને વધુમાં વધુ 7 મિનિટનો વિડિયો બનાવી વિદ્યા વાહક ને મોકલી આપો.
👉 આપના પ્રયોગોને ટીમ દ્વારા વર્ગીકૃત કરી, જરૂરી સુધારા સાથે GIET દ્વારા આપના અને શાળાના નામ સાથે GIET ની ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે.
🌸હેતુઓ🌸
👉 એક જગ્યાએ અજમાવાયેલી ઉત્તમ પદ્ધતિઓ બીજા લોકો સુધી પહોંચાડી શકાય.
👉 નિષ્ઠાપૂર્વક કામ કરતા ઉત્સાહી અને પ્રયોગશીલ શિક્ષકોને ઓળખ પ્રાપ્ત થાય.
👉 આવનારી પેઢી માટે આ પ્રયોગોનો સંચય માર્ગદર્શક અને ઉપયોગી બની રહે.
🌸પ્રક્રિયા🌸
👉આપની એન્ટ્રી વિદ્યા વાહક મારફતે જ મોકલવાની રહેશે. 
👉 વિદ્યા વાહક પ્રયોગની યોગ્યતા અને સત્યતા અંગે જરૂરી ચકાસણી કરી GIET ને મોકલી આપશે.
👉 ત્યારબાદ GIET ની ટીમ એનું વર્ગીકરણ કરી,editing કરી પ્રસારિત કરશે.
🌸 Video બનાવતી વખતે🌸
👉મોકલવામાં આવતા વિડિઓ મોબાઈલમાં લેન્ડસ્કેપ એટલે કે આડી ફ્રેમમાં જ શૂટ કરવા.
👉મોબાઈલ કે કેમેરાથી શૂટિંગ દરમ્યાન તે સ્થિર રહે તેનું ધ્યાન રાખશો.
👉દ્રશ્ય સ્પષ્ટ દેખાય તે માટે જે તે સ્થળે યોગ્ય પ્રકાશ રહે તેવુ આયોજન કરશો.
👉વિડીઓમાં બને એટલો ભાગ નવીન ઇનોવેટિવ પ્રવૃત્તિનો રહે તે ધ્યાને લેશો.
👉વિડિયો બનાવતી વખતે આસપાસમાં અવાજને સાઇલેન્ટ રાખશો.
🏆પ્રોત્સાહન🏆
👉 ઉત્તમ પ્રયોગ કરનાર પસંદગી પામેલા "ચાણક્ય"ને GIET ખાતે માનનીય નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
આપનો,
GIET નિયામક 
GIET ( ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવનની વેબસાઈટ )
GIET ઓફિશ્યલ યુ ટ્યુબ ચેનલ

Gujarat Institute of Educational Technology

ક્રમ play List વિડીયોની લિંક
1. મૂછાળી માં Click Here
2. વૈભવે ઉભરાતી ગુજરાતી Click Here
3. સર્વાંગી શિક્ષણ Click Here
4. ટીમ ટીમ તારા Click Here
5. NMMS Click Here
6. પર્યાવરણ Click Here
7. દીવાદાંડી Click Here

No comments:

Post a Comment