🔤 NMMS પરીક્ષા (MAT): અંગ્રેજી મૂળાક્ષર ક્રમ સંપૂર્ણ માર્ગદર્શિકા 🔤
A થી Z (૧ થી ૨૬) ક્રમ યાદ રાખવાની જાદુઈ ટ્રીક, ઊલટો ક્રમ, શબ્દ ગોઠવણી અને સાંકેતિક ભાષાના ઉદાહરણો
૨૬ મૂળાક્ષરો
A (1) થી Z (26) નો ચોક્કસ ક્રમ૫ થી ૧૦+ ગુણ
MAT અને કોડિંગમાં સીધો ફાયદોસરવાળો = ૨૭
ઊલટો ક્રમ શોધવાની શોર્ટકટસ્ટોરી ટેકનિક
ક્યારેય ન ભૂલાય તેવી યાદશક્તિ🌟 NMMS પરીક્ષામાં અંગ્રેજી મૂળાક્ષર ક્રમનું મહત્વ
📌 NMMS પરીક્ષાના MAT (માનસિક યોગ્યતા કસોટી) વિભાગમાં અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમવાર ગોઠવણીના ૫ ગુણના સીધા પ્રશ્નો પૂછાય છે. આ ઉપરાંત સાંકેતિક ભાષા (Coding-Decoding) અને મૂળાક્ષર શ્રેણી ના બીજા ૫ થી ૧૦ પ્રશ્નો પણ આ જ ક્રમ પર આધારિત હોય છે. જો તમે A થી Z ના ક્રમ મોઢે યાદ કરી લો, તો પરીક્ષામાં વારંવાર ABCD લખવાનો સમય બચે છે અને પૂરા ગુણ મેળવી શકાય છે.
• A=1, B=2, C=3, D=4, E=5 (દરેક વિદ્યાર્થીને સરળતાથી યાદ જ હોય છે).
• X=24, Y=25, Z=26 (છેલ્લા ત્રણ અક્ષરો પણ તરત યાદ રહે છે).
• F = 6: Fix - Six (ફિક્સ – સિક્સ).
• G = 7: G-7 રાષ્ટ્ર સમૂહ અથવા G ના નીચેના વળાંકમાં 7 દેખાય છે.
• H = 8: ડિજિટલ ઘડિયાળમાં H ના ઉપર-નીચેના છેડા બંધ કરીએ તો 8 બની જાય.
• I = 9: "I Know" (આઈ નો ➔ નવ = 9).
• K = 11: પ્રખ્યાત ઉખાણું — "ABCD નો ૧૧ મો અક્ષર કયો?" ➔ K (જમ્મુ અને કાશ્મીર - J&K).
• K (11) ની તરત આગળ J = 10 અને તરત પાછળ L = 12.
• "M અને N ની જોડી, કોઈ શકે ના તોડી!"
• સીધા ક્રમમાં M = 13, N = 14 અને ઊલટા ક્રમમાં બંને એકબીજાની જગ્યા લે છે (N = 13, M = 14).
• O = 15: ગોળ વર્તુળાકાર પૂનમનો ચંદ્ર (પૂનમ = ૧૫મી તિથિ).
• P = 16: ૧૬ વર્ષનો Prince (પ્રિન્સ).
• Q = 17: ૧૭ વર્ષની Queen (રાણી).
• R = 18: ૧૮ વર્ષનો Raja (રાજા).
• S = 19, T = 20: ST બસના સમયમાં ૧૯-૨૦ નો ફરક અથવા T-20 ક્રિકેટ મેચ.
• U = 21, V = 22: U (તમે) ૨૧, V (અમે) ૨૨.
• W = 23: ૨૨ પછી તરત W = 23 (ત્યારબાદ X=24, Y=25, Z=26).
| અક્ષર | સીધો ક્રમ | ઊલટો ક્રમ | યાદ રાખવાની ચાવી | અક્ષર | સીધો ક્રમ | ઊલટો ક્રમ | યાદ રાખવાની ચાવી |
|---|---|---|---|---|---|---|---|
| A | 1 | 26 | પ્રથમ અક્ષર | N | 14 | 13 | M-N ની જોડી |
| B | 2 | 25 | શરૂઆતનો ક્રમ | O | 15 | 12 | પૂનમનો ગોળ ચંદ્ર (15) |
| C | 3 | 24 | શરૂઆતનો ક્રમ | P | 16 | 11 | 16 વર્ષનો Prince |
| D | 4 | 23 | શરૂઆતનો ક્રમ | Q | 17 | 10 | 17 વર્ષની Queen |
| E | 5 | 22 | શરૂઆતનો ક્રમ | R | 18 | 9 | 18 વર્ષનો Raja |
| F | 6 | 21 | Fix – Six (6) | S | 19 | 8 | ST બસ (19-20) |
| G | 7 | 20 | G-7 રાષ્ટ્ર સમૂહ | T | 20 | 7 | T-20 મેચ |
| H | 8 | 19 | ડિજિટલ ઘડિયાળનો 8 | U | 21 | 6 | U (તમે) 21 |
| I | 9 | 18 | I Know (નવ - 9) | V | 22 | 5 | V (અમે) 22 |
| J | 10 | 17 | J&K (K ની આગળ) | W | 23 | 4 | V પછી 23 |
| K | 11 | 16 | ABCD નો 11મો અક્ષર | X | 24 | 3 | છેલ્લા 3 અક્ષરો |
| L | 12 | 15 | K ની તરત પાછળ | Y | 25 | 2 | છેલ્લા 3 અક્ષરો |
| M | 13 | 14 | M-N ની જોડી | Z | 26 | 1 | છેલ્લો અક્ષર (26) |
• ચડતો ક્રમ: 1(A), 2(B), 4(D), 15(O), 18(R)
• સાચો જવાબ: ABDOR
• ચડતો ક્રમ: 5(E), 8(H), 14(N), 15(O), 19(S), 20(T), 25(Y)
• સાચો જવાબ: EHNOSTY
• ચડતો ક્રમ: 5(E), 8(H), 18(R), 19(S), 20(T), 20(T), 21(U)
• સાચો જવાબ: EHRSTTU (જે અક્ષર બે વાર આવે તે બંને વખત સાથે લખવા).
સમજૂતી: અહીં O=15, U=21, T=20 સીધા ક્રમ મૂકેલા છે. તે જ રીતે I=9 અને N=14 મૂકતા:
સાચો જવાબ: 914
સમજૂતી: SHE = S(19) + H(8) + E(5) = 32.
તે જ રીતે DINESH = D(4) + I(9) + N(14) + E(5) + S(19) + H(8) = 59.
સાચો જવાબ: 59
સમજૂતી: HOTEL ના અક્ષરોનો સરવાળો = H(8)+O(15)+T(20)+E(5)+L(12) = 60. કુલ અક્ષરો = 5 ➔ 60 × 5 = 300.
તે જ રીતે BORE = B(2)+O(15)+R(18)+E(5) = 40. કુલ અક્ષરો = 4 ➔ 40 × 4 = 160.
સાચો જવાબ: 160
સમજૂતી: અહીં દરેક અક્ષરમાં ક્રમશઃ +4, +3, +2, +1 ઉમેરાય છે:
• J(10)+4=N(14), U(21)+3=X(24), N(14)+2=P(16), E(5)+1=F(6).
• તે જ રીતે STAY માં: S(19)+4=W(23), T(20)+3=W(23), A(1)+2=C(3), Y(25)+1=Z(26).
સાચો જવાબ: WWCZ
- ૧. ઊલટો ક્રમ (Z થી A) શોધવાનો જાદુઈ ૨૭ નો નિયમ:
- ૨. શબ્દ ગોઠવતી વખતે ભૂલ ટાળવાની ટ્રીક:
🎬 અંગ્રેજી મૂળાક્ષર: વિશેષ માર્ગદર્શન
NMMS MAT વિભાગ માટે અંગ્રેજી મૂળાક્ષર આધારિત પ્રશ્નોની સમજૂતી અને પ્રેક્ટિસ વિડિયો.
🎬 NMMS સંધાન: અંગ્રેજી મૂળાક્ષર ક્રમ (ભાગ-૧)
A થી Z (૧ થી ૨૬) ક્રમ યાદ રાખવાની સ્ટોરી ટેકનિક અને ઊલટા ક્રમનો ૨૭ નો નિયમ (GIET).
🎬 NMMS સંધાન: અંગ્રેજી મૂળાક્ષર ક્રમ (ભાગ-૨)
શબ્દ ગોઠવણી (BOARD, HONESTY, SHUTTER) અને સાંકેતિક ભાષા (HOTEL, JUNE) ના ઉદાહરણો (GIET).
No comments:
Post a Comment