સામાજિક વિજ્ઞાન ધોરણ : 6 પુસ્તકમાં આપેલ વિવિધ અવતરણો
" હે પ્રભુ, મારી પ્રાર્થનાને સ્વીકારો કે હું ક્યારેય અનેકમાં એકના સ્પર્શની આનંદમય અનુભૂતિ ગુમાવું નહી."
-રવીન્દ્રનાથ ટાગોર
" વિવિધતામાં એકતાનો સિદ્ધાંત હંમેશા (ભારત માટે) સહજ છે. અને તેનું પાલન તેના અસ્તિત્વનો મૂળભૂત માર્ગ અને તેનો સ્વભાવ છે. તે એકતાના આ ભાવને તેના સ્વભાવ અને સ્વધર્મના મૂળભૂત પાયા પર સ્થાપિત કરશે."
- શ્રી અરવિંદ
" પૃથ્વીનો ગોળો અંતરીક્ષમાં રહેલો છે. જે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે અને તે ગોળાકાર છે. તે સમગ્ર ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલ છે"
- આર્યભટ્ટ (લગભગ 500 CE)
"મહાસાગર સર્વસ્વ છે. તે પૃથ્વીના 7/10માં ભાગ પર ફેલાયેલો છે તેની હવા શુદ્ધ અને આરોગ્યદાયી છે. તે એક વિશાળ નિર્જન સ્થળ છે, જ્યાં માનવી ક્યારેય એકલતા ન અનુભવી શકે, કારણ કે અહી તે જીવનને પોતાની આસપાસ અનુભવે છે. મહાસાગર કુદરતનો વિશાળ ખજાનો છે. બીજા શબ્દોમાં કહીએ, તો દુનિયાનો આરંભ મહાસાગરોમાંથી થયો છે અને કોણ જાણે કે તેનો અંત પણ એવી જ રીતે ન આવે..... "
- જુલ્સ વર્ને (1870)
"માનવીના ભારથી મુક્ત, વિવિધ ઊંચાઈઓ, ઢોળાવો, વિશાળ મેદાનો અને વિવિધ શક્તિઓથી સંપન્ન છોડ ધરાવતી પૃથ્વી, આપણા સૌના વિસ્તાર માટે પ્રાપ્ત થાઓ અને પોતાની સમૃદ્ધિને દર્શાવો ! પૃથ્વી મારી માતા છે અને હું તેનું બાળક છું. "
- અથર્વવેદ, 'ભૂમિ સૂક્ત' (પૃથ્વી માટેનું સ્તોત્ર)
"ઈતિહાસ આજના સમાજ અને ગઈકાલના (ભૂતકાળના) સમાજ વચ્ચેનો અનંત સંવાદ છે, આપણે ભૂતકાળના પ્રકાશમાં જ વર્તમાન સમાજને સંપૂર્ણ રીતે સમજી શકીએ છીએ. "
- ઈ.એચ. કાર
"ભારતમાં પ્રારંભિક કાળથી જ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા સ્થાપિત થઇ ગઈ હતી જે હિમાલય અને બે સમુદ્ર વચ્ચે માનવતાની આ મહાન જીવનધારાનું અભિન્ન અંગ બની ગઈ. "
- શ્રી અરવિંદ
"उत्तरं यत् समुद्रस्य हिमाद्रेश्वैव दक्षिणं वर्ष तद् भारतं नाम "
'જે દેશ સમુદ્રની ઉત્તરે અને બર્ફીલા પર્વતોની દક્ષિણે આવેલો છે તેને ભારત કહે છે.'
- વિષ્ણુ પુરાણ
"ભારતની સૌથી પ્રાચીન સભ્યતા, જે હડપ્પા, સિંધુ અથવા સિંધુ-સરસ્વતી સભ્યતા તરીકે જાણીતી છે. તે ખરેખર અનેક રીતે અનોખી સભ્યતા હતી. (તે દર્શાવે છે કે) કેવી રીતે એક યોગ્ય સંતુલિત સમાજજીવન હોય છે -- જ્યાં ધનિક અને ગરીબ વચ્ચે ખુબ મોટો તફાવત ન હતો... ટૂંકમાં, હડપ્પાના સામાજિક પરિપ્રેક્ષ્યમાં 'શોષણ' નહી, પરંતુ 'સુમેળ' દેખાય છે!"
- બી.બી. લાલ
"પાણીથી માણસ શુદ્ધ થઇ શકતો નથી, ઘણા લોકો અહી (પવિત્ર નદીમાં સ્નાન કરે છે, પરંતુ જે માણસમાં સત્ય અને ધર્મ વસે છે, તે જ ખરા અર્થમાં શુદ્ધ છે. યુદ્ધના મેદાનમાં હજારો લોકો પર હજારો વિજય મેળવવાની તુલનામાં પોતાના પર વિજય મેળવવો એ વધુ મોટી સિદ્ધિ છે."
-ગૌતમ બુદ્ધ
"શ્વાસ લેતા તમામ જીવંત, હાજર, જીવીત અને સંવેદનશીલ જીવોને મારવા ન જોઈએ, ન તો તેમની સાથે હિંસા કરવી જોઈએ, ન દુર્વ્યવહાર કરવો જોઈએ, ન તો ત્રાસ આપવો જોઈએઅને ન તો દુર કરવું જોઈએ,"
-મહાવીર સ્વામી
"ભારતીય ઉપખંડમાં રહેતી હજારો જાતિઓ અને જનજાતિ સમાજે પ્રારંભિક સમયથી પરસ્પર ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ પર અસર કરી છે. જનજાતિ ધર્મો પર હિંદુ તત્વજ્ઞાનના પ્રભાવને વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યો છે, પણ તે પણ સાચું છે કે હિંદુ તત્વજ્ઞાનની રચનાના તબક્કામાં અને તેના વિકાસમાં આદિવાસી માન્યતાઓનો પ્રભાવ રહ્યો છે."
-ભારતીય સમાજશાસ્ત્રી આન્દ્રે બેટે
લોકકથાઓ અનુસાર "આ દેશમાં (ભારતમાં) ભાગ્યે જ એવી જગ્યા હશે કે જ્યાં મહાનાયક પાંડવો પહોંચ્યા ન હોય."
-નૃવંશશાસ્ત્રી કે.એસ.સિંઘ (પીપલ ઓફ ઇન્ડિયા) પ્રોજેક્ટ પાના નંબર 126
"બધે જ મને એક સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ જોવા મળી જેનો લોકોના જીવન પર ગઢ પ્રભાવ પડ્યો. ભારતના પ્રાચીન મહાકાવ્યો, રામાયણ તેમજ મહાભારત અને અન્ય ગ્રથોના લોકપ્રિય અનુવાદો તેમજ ભાવાર્થો સામાન્ય લોકોમાં પ્રચલિત હતા. ઘટના, કથા અને નૈતિક મુલ્યો જ લોકોના મનમાં ઉંડાણપૂર્વક કોતરાઈ ગયા હતા અને તેમના જીવનને સમૃદ્ધ તેમજ અર્થપૂર્ણ બનાવતા હતા. દરેક નિરક્ષર ગ્રામજનોને પણ સેંકડો શ્લોકો કંઠસ્થ હતા અને તેમની વાતચીત આ ગ્રંથના સંદર્ભો અથવા તેમાંથી મળતા બોધપાઠ વાળી વાર્તાઓથી ભરપુર રહેતી હતી જે કોઈ પ્રાચીન ગ્રંથમાં સમાયેલી હતી."
-જવાહરલાલ નહેરુ
"પ્રેમ અને ધર્મ પારિવારિક જીવનનાં ફૂલ અને ફળ છે."
-તિરૂવલ્લુવર
"राजनं धर्मगोप्तरं धर्मो रक्षति रक्षितः"
શાશક ધર્મનું રક્ષણ કરે છે અને જે લોકો ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેમનું રક્ષણ કરે છે. -મહાભારત
શાશક ધર્મનું રક્ષણ કરે છે અને જે લોકો ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેમનું રક્ષણ કરે છે. -મહાભારત
"ન્યાય વિના શાંતિ નથી;
સમાનતા વિના ન્યાય નથી;
વિકાસ વિના સમાનતા નથી;
સંસ્કૃતિઓ અને લોકોની ઓળખ અને ગરિમા પ્રત્યેના આદર વિના લોકશાહી નથી." - રીગોબર્ટા મેન્ચુ તુમ
સમાનતા વિના ન્યાય નથી;
વિકાસ વિના સમાનતા નથી;
સંસ્કૃતિઓ અને લોકોની ઓળખ અને ગરિમા પ્રત્યેના આદર વિના લોકશાહી નથી." - રીગોબર્ટા મેન્ચુ તુમ
"આકાશ તરફ જુઓ, આપણે એકલા નથી. આખું બ્રહ્માંડ આપણું મિત્ર છે અને જે લોકો ઊંચા સ્વપ્ન સેવે છે અને તેના માટે કામ કરે છે, તે તેમને સર્વોત્તમ સહાય આપવા માટે તત્પર છે."
- ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
"તમાર ધ્યેયમાં સફળ થવા માટે તમારા ધ્યેય પ્રત્યે તમારામાં એકચિત્તે નિષ્ઠા હોવી જોઈએ."
- ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
"સ્વપ્ન એ નથી જે તમે સુતી વખતે જુઓ છો; આ એક એવી ચીજ છે જે તમને ઊંઘવા દેતી નથી."
- ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
"જો ચાર બાબતોને અનુસરવામાં આવે -
૧.ઉચ્ચ ધ્યેય હોવું,
૨. જ્ઞાન પ્રાપ્ત કરવું,
૩. સખત મહેનત અને
૪. ખંત - તો કંઈપણ પ્રાપ્ત કરી શકાય" - ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
૧.ઉચ્ચ ધ્યેય હોવું,
૨. જ્ઞાન પ્રાપ્ત કરવું,
૩. સખત મહેનત અને
૪. ખંત - તો કંઈપણ પ્રાપ્ત કરી શકાય" - ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
"જો તમે નિષ્ફળ જાઓ તો પણ હાર ન માનો."
F.A.I.L. નો અર્થ - શીખવાનો પ્રથમ પ્રયાસ.
અંત એ અંત નથી ખરેખર E.N.D. પ્રયત્ન ક્યારેય મરતો નથી. NO જો તમને ના જવાબ મળે તો અર્થ થાય છે - આગામી તક માટે તૈયાર રહો, સકારાત્મક રહો. - ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
F.A.I.L. નો અર્થ - શીખવાનો પ્રથમ પ્રયાસ.
અંત એ અંત નથી ખરેખર E.N.D. પ્રયત્ન ક્યારેય મરતો નથી. NO જો તમને ના જવાબ મળે તો અર્થ થાય છે - આગામી તક માટે તૈયાર રહો, સકારાત્મક રહો. - ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
"સાચું ભારત ગામડાઓમાં વસે છે."
- મોહનદાસ કરમચંદ ગાંધી
"હું ઈચ્છું છું કે એક સંપૂર્ણ સ્થાનિક સંસ્થાની રચના તાત્કાલિક થવી જોઈએ, જેથી લોકોને ખરેખર ખબર પડે કે..
વહીવટ શું છે ?
મતાધિકાર શું છે ?
સત્તાઓ શું છે ?
અને નાના વિસ્તારમાં, તેમના પોતાના શહેરમાં, પોતાના ગામમાં તેમના અધિકારો અને વિશેષાધિકારો શું છે ?" - રુસ્તમ કે સિંધવા, (સભ્ય - બંધારણ સભા)
(બંધારણ સભાની ચર્ચાઓ દરમિયાન, 13 ઓક્ટોબર 1949)
વહીવટ શું છે ?
મતાધિકાર શું છે ?
સત્તાઓ શું છે ?
અને નાના વિસ્તારમાં, તેમના પોતાના શહેરમાં, પોતાના ગામમાં તેમના અધિકારો અને વિશેષાધિકારો શું છે ?" - રુસ્તમ કે સિંધવા, (સભ્ય - બંધારણ સભા)
(બંધારણ સભાની ચર્ચાઓ દરમિયાન, 13 ઓક્ટોબર 1949)
"જયારે તમે કોઈપણ કામ કરતા હોવ, ત્યારે તેનાથી આગળ કંઈપણ વિચારશો નહી. તેને પૂજાની જેમ, સર્વોચ્ચ ઉપાસનાની જેમ કરો અને એ સમયે તમારું આખું જીવન તેમાં સમર્પિત કરી દો."
- સ્વામી વિવેકાનંદ
"આર્થિક પ્રવૃત્તિ જ સમૃદ્ધિ લાવે છે, તેની ઉણપ ભૌતિક તણાવ પેદા કરે છે. ફળદાયી આર્થિક પ્રવૃત્તિનો અભાવ વર્તમાન સમૃદ્ધિ અને ભાવી પ્રગતિ માટે અવરોધક બને છે."
- કૌટિલ્ય (અર્થશાસ્ત્ર)