📚 NEP 2020 : તમામ ૪ વિભાગો અને તમામ ૨૭ પ્રકરણોનો વિગતવાર સારાંશ 📚
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ ની કાયદાકીય અને શૈક્ષણિક જોગવાઈઓની સંપૂર્ણ માર્ગદર્શિકા (TET, TAT, HTAT, GPSC)
૪
કુલ ભાગો (Parts)૨૭
કુલ પ્રકરણો (Chapters)૫+૩+૩+૪
શૈક્ષણિક માળખું૨૯ જુલાઈ ૨૦૨૦
મંત્રીમંડળ દ્વારા મંજૂરી🌟 NEP 2020 ની રૂપરેખા અને માળખું
📌 ડૉ. કે. કસ્તુરીરંગન વડપણ હેઠળની સમિતિ દ્વારા તૈયાર કરાયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ - ૨૦૨૦ (NEP 2020) એ સ્વતંત્ર ભારતના ઇતિહાસની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. આ નીતિમાં શિક્ષણને સર્વસમાવેશક, ગુણવત્તાસભર અને વૈશ્વિક સ્તરનું બનાવવા માટે દસ્તાવેજને ૪ મુખ્ય ભાગો અને ૨૭ પ્રકરણો માં વહેંચવામાં આવ્યો છે.
પ્રકરણ - ૧
પ્રારંભિક બાલ્યાવસ્થા સંભાળ અને શિક્ષણ (ECCE): IMP ૩ થી ૬ વર્ષના બાળકો માટે આંગણવાડી કે પૂર્વ-પ્રાથમિક શાળાઓ દ્વારા ગુણવત્તાયુક્ત બાલવાટિકા અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવું.
પ્રકરણ - ૨
શાળામાં નામાંકન અને પાયાની સુનિશ્ચિતતા: ૨૦૩૦ સુધીમાં પ્રારંભિક શિક્ષણથી માધ્યમિક સુધી 100% GER (Gross Enrolment Ratio) હાંસલ કરવો અને શાળા બહારના બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા.
પ્રકરણ - ૩
પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (FLN): MOST IMP રાષ્ટ્રીય મિશન દ્વારા ધોરણ-૩ ના અંત સુધીમાં દરેક બાળક પાયાના વાંચન, લેખન અને અંકગણિતમાં નિપુણ બને તેની ખાતરી કરવી.
પ્રકરણ - ૪
શાળા શિક્ષણમાં અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર: ૫+૩+૩+૪ નવું માળખું, બોજ વગરનું ભણતર, કલા, રમતગમત અને ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) નો સમાવેશ.
પ્રકરણ - ૫
શિક્ષકો: શિક્ષકોની લાયકાત, પારદર્શક ભરતી, ગુણવત્તાસભર પૂર્વ-સેવા તાલીમ અને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ.
પ્રકરણ - ૬
શિક્ષણનું માધ્યમ (Medium of Instruction): ધોરણ-૫ (શક્ય હોય ત્યાં સુધી ધોરણ-૮) સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા, સ્થાનિક કે પ્રાદેશિક ભાષા જ રહેવું જોઈએ.
પ્રકરણ - ૭
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Assessment): ગોખણપટ્ટી આધારિત પરીક્ષાઓને બદલે 'PARKH' સંસ્થા દ્વારા સતત, સર્વગ્રાહી અને વિશ્લેષણાત્મક મૂલ્યાંકન પદ્ધતિ.
પ્રકરણ - ૮
સમાવેશી અને ન્યાયસંગત શિક્ષણ (Inclusive Education): એસ.સી., એસ.ટી., દિવ્યાંગ અને સામાજિક-આર્થિક રીતે પછાત વર્ગના બાળકો માટે વિશેષ સહાય અને સમર્પિત ક્ષેત્રોની રચના.
પ્રકરણ - ૯
ઉચ્ચ શિક્ષણમાં પુનર્ગઠન અને વૃદ્ધિ: ૨૦૩૫ સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં GER (ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) ૨૬.૩% થી વધારીને ૫૦% કરવો.
પ્રકરણ - ૧૦
સમગ્ર અને બહુવિધ શિક્ષણ (Holistic & Multidisciplinary Education): આર્ટ્સ અને સાયન્સના rigid ભેદભાવને દૂર કરી મલ્ટીડિસીપ્લિનરી અભ્યાસક્રમો શરૂ કરવા.
પ્રકરણ - ૧૧
શિક્ષણ સંસ્થાઓનું સશક્તિકરણ (Empowered Universities): સ્વાયત્તતા, ઉત્તમ શાસન અને શૈક્ષણિક સ્વતંત્રતા.
પ્રકરણ - ૧૨
શૈક્ષણિક સંસ્થાઓનું સંકલન અને માનકીકરણ: સંલગ્ન કોલેજ સિસ્ટમ (Affiliating System) નો તબક્કાવાર અંત અને કોલેજોને સ્વાયત્તતા.
પ્રકરણ - ૧૩
પ્રેરિત, ઊર્જાવાન અને સક્ષમ અધ્યાપકો (Faculty): ઉચ્ચ શિક્ષણમાં શિક્ષકોની ઉત્કૃષ્ટ ભરતી, પ્રમોશન અને સંશોધન પ્રોત્સાહન.
પ્રકરણ - ૧૪
શિક્ષણ જગતમાં નેતૃત્વ: સંસ્થાઓના વડાઓ અને ડીન તરીકે સક્ષમ નેતૃત્વની પસંદગી.
પ્રકરણ - ૧૫
શિક્ષક શિક્ષણ (Teacher Education): ૪-વર્ષીય સંકલિત B.Ed. ડિગ્રી ફરજિયાત બનાવવી અને ટ્યુટર કલ્ચર અટકાવવું.
પ્રકરણ - ૧૬
નિયમન (Regulation): મેડિકલ અને કાનૂની શિક્ષણ સિવાય તમામ ઉચ્ચ શિક્ષણ માટે એક જ સર્વોચ્ચ નિયમનકાર તરીકે 'HECI' ની રચના.
પ્રકરણ - ૧૭
ધિરાણ અને શુલ્ક (Funding): ઉચ્ચ શિક્ષણમાં પારદર્શક શુલ્ક માળખું અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.
પ્રકરણ - ૧૮
ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિનું પ્રોત્સાહન: કલા, સંગીત, સાહિત્ય અને પ્રાદેશિક ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણનું પુસ્તક નિર્માણ.
પ્રકરણ - ૧૯
અંતર અને ઓનલાઈન શિક્ષણ: ઓનલાઈન અભ્યાસક્રમો અને ડિજિટલ યુનિવર્સિટીઓની સ્થાપના દ્વારા શિક્ષણનું સાર્વત્રિકરણ.
પ્રકરણ - ૨૦
વ્યાવસાયિક શિક્ષણ (Vocational Education): શાળા અને કોલેજ કક્ષાએથી જ વોકેશનલ તાલીમ (બાગકામ, સુથારકામ, ઇલેક્ટ્રિશિયન વગેરે) આપવી.
પ્રકરણ - ૨૧
રાષ્ટ્રીય અનુસંધાન ફાઉન્ડેશન (NRF): દેશમાં વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંશોધનોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે NRF ની રચના.
પ્રકરણ - ૨૨
શાળા શાસન (School Governance): શાળાઓના સંકુલ (School Complexes) ની રચના દ્વારા સંસાધનોની વહેંચણી અને પારદર્શક વહીવટ.
પ્રકરણ - ૨૩
શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ: વર્ચ્યુઅલ લેબ, દીક્ષા (DIKSHA) પ્લેટફોર્મ અને ABC ID (અકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ) ની શરૂઆત.
પ્રકરણ - ૨૪
ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ: ભવિષ્યની મહામારી કે આપત્તિઓ સામે શિક્ષણ અવરોધાય નહીં તે માટે ડિજિટલ માળખાકીય સુવિધાઓ.
પ્રકરણ - ૨૫
શિક્ષણ માટે નાણાકીય જોગવાઈઓ: IMP કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંયુક્ત રીતે દેશના કુલ જીડીપી (GDP) ના ૬% રકમ શિક્ષણ પાછળ ખર્ચ કરવી.
પ્રકરણ - ૨૬
કેન્દ્ર-રાજ્ય સહયોગ અને સંસ્થાગત માળખું: MHRD નું નામ બદલીને 'શિક્ષણ મંત્રાલય' (Ministry of Education) કરવું અને નીતિના અમલ માટે કેન્દ્ર-રાજ્ય વચ્ચે સંકલન.
પ્રકરણ - ૨૭
અમલીકરણ અને સમીક્ષા: તબક્કાવાર સમયબદ્ધ આયોજન અને નીતિના અમલીકરણનું સતત મોનિટરિંગ.
- ૧. મૂળભૂત આંકડાકીય માહિતી:
- ૨. મહત્વની સંસ્થાઓ અને પહેલ:
- ૩. મુખ્ય લક્ષ્યાંક વર્ષો:
No comments:
Post a Comment