ભારતીય બંધારણમાં ૮૬મા બંધારણીય સુધારા અધિનિયમ, ૨૦૦૨ (વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના સમયમાં) દ્વારા શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવા માટે નીચે મુજબના ૩ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા:
૧. અનુચ્છેદ 21(A) - મૂળભૂત અધિકાર (ભાગ-૩)
૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો.
૨. અનુચ્છેદ 45 - રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (ભાગ-૪)
૬ વર્ષથી ઓછી વયના બાળકોની પ્રારંભિક બાલ્યાવસ્થા સંભાળ (ECCE) અને શિક્ષણની જોગવાઈ રાજ્ય કરશે.
૩. અનુચ્છેદ 51(A)(k) - મૂળભૂત ફરજ (ભાગ-૪ ક)
૧૧મી મૂળભૂત ફરજ ઉમેરાઈ: માતા-પિતા કે વાલીએ પોતાના ૬ થી ૧૪ વર્ષના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવી.
📅 ૧. RTE Act - 2009 : પરીક્ષાલક્ષી મહત્વની તારીખો
૨૦ જુલાઈ, ૨૦૦૯
રાજ્યસભામાં RTE ખરડો પસાર થયો
૪ ઓગસ્ટ, ૨૦૦૯
લોકસભામાં RTE ખરડો પસાર થયો
૨૬ ઓગસ્ટ, ૨૦૦૯
રાષ્ટ્રપતિ (શ્રીમતી પ્રતિભા પાટીલ) ની મંજૂરી મળી
૨૭ ઓગસ્ટ, ૨૦૦૯
ભારતના રાજપત્ર (Gazette) માં પ્રસિદ્ધ થયો
૧ એપ્રિલ, ૨૦૧૦
સમગ્ર ભારતમાં RTE Act - 2009 નો અમલ શરૂ થયો
૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૨
ગુજરાત RTE નિયમો - ૨૦૧૨ જાહેર કરવામાં આવ્યા
📚 ૨. RTE Act - 2009 ના કુલ ૭ પ્રકરણોની રૂપરેખા (Overview)
પ્રકરણ ક્રમ
પ્રકરણનું નામ (Title of Chapter)
સમાવિષ્ટ કલમો
કુલ કલમો
પ્રકરણ - ૧
પ્રારંભિક બાબતો અને વ્યાખ્યાઓ (Preliminary)
કલમ ૧ અને ૨
૨ કલમો
પ્રકરણ - ૨
મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (Right to Free and Compulsory Education)
કલમ ૩ થી ૫
૩ કલમો
પ્રકરણ - ૩
સમુચિત સરકાર, સ્થાનિક સત્તામંડળ અને માતા-પિતાની ફરજો (Duties of Appropriate Govt, Local Authority and Parents)
કલમ ૬ થી ૧૧
૬ કલમો
પ્રકરણ - ૪
શાળાઓ અને શિક્ષકોની જવાબદારીઓ (Responsibilities of Schools and Teachers) — (સૌથી મોટું પ્રકરણ)
કલમ ૧૨ થી ૨૮
૧૭ કલમો
પ્રકરણ - ૫
પ્રારંભિક શિક્ષણનો અભ્યાસક્રમ અને તે પૂર્ણ કરવા બાબત (Curriculum and Completion of Elementary Education)
કલમ ૨૯ અને ૩૦
૨ કલમો
પ્રકરણ - ૬
બાળકોના અધિકારોનું રક્ષણ (Protection of Rights of Children)
કલમ ૩૧ થી ૩૪
૪ કલમો
પ્રકરણ - ૭
પ્રકીર્ણ જોગવાઈઓ (Miscellaneous)
કલમ ૩૫ થી ૩૮
૪ કલમો
🟢 ૩. પ્રકરણ ૧ થી ૩ ની વિગતવાર કલમો (કલમ ૧ થી ૧૧)
📌 પ્રકરણ - ૧ : પ્રારંભિક (કલમ ૧ થી ૨)
કલમ - ૧
ટૂંકું નામ, વ્યાપ્તિ અને આરંભ: આ કાયદો 'બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯' કહેવાશે. તેનો અમલ ૧ એપ્રિલ, ૨૦૧૦થી સમગ્ર ભારતમાં થાય છે.
કલમ - ૨
વ્યાખ્યાઓ (Definitions):IMP
• ૨(c) બાળક: ૬ થી ૧૪ વર્ષની વયનું દરેક બાળક (છોકરો કે છોકરી).
• ૨(d) વંચિત જૂથનું બાળક: SC, ST, SEBC, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું બાળક.
• ૨(e) નબળા વર્ગનું બાળક: સરકાર દ્વારા નક્કી કરેલ વાર્ષિક આવક મર્યાદાથી ઓછી આવક ધરાવતા માતા-પિતાનું બાળક.
• ૨(f) પ્રારંભિક શિક્ષણ (Elementary Education): ધોરણ ૧ થી ૮ સુધીનું શિક્ષણ.
• ૨(g) સ્થાનિક સત્તામંડળ: મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા/તાલુકા/ગ્રામ પંચાયત.
• ૨(n) શાળા: સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ), કેન્દ્રીય વિદ્યાલય/નવોદય અને ખાનગી (બિન-અનુદાનિત) શાળાઓ.
📌 પ્રકરણ - ૨ : મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર (કલમ ૩ થી ૫)
કલમ - ૩
મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર:IMP ૬ થી ૧૪ વર્ષના દરેક બાળકને નજીકની શાળામાં ધોરણ ૧ થી ૮ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે (દિવ્યાંગ બાળકો માટે ૬ થી ૧૮ વર્ષ). કોઈપણ પ્રકારની ફી કે ચાર્જ લઈ શકાશે નહીં.
કલમ - ૪
ઉંમર મુજબના વર્ગમાં પ્રવેશ (Age Appropriate Admission) અને ખાસ તાલીમ (STP):IMP જો ૬ વર્ષથી વધુ ઉંમરનું બાળક શાળાએ ન ગયું હોય કે અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય (Drop-out), તો તેને તેની ઉંમરને અનુરૂપ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે અને અન્ય બાળકોની સમકક્ષ લાવવા ખાસ તાલીમ (Special Training - STP) (ઓછામાં ઓછા ૩ માસથી વધુમાં વધુ ૨ વર્ષ) આપવામાં આવશે.
કલમ - ૫
અન્ય શાળામાં બદલીનો અધિકાર (Transfer Certificate - TC): બાળકને એક શાળામાંથી બીજી શાળામાં જવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C./T.C.) તાત્કાલિક આપવું પડશે. T.C. મોડું આપનાર મુખ્ય શિક્ષક સામે શિસ્તભંગના પગલાં લેવાશે.
📌 પ્રકરણ - ૩ : સરકાર, સ્થાનિક સત્તામંડળ અને વાલીની ફરજો (કલમ ૬ થી ૧૧)
કલમ - ૬
નજીકના વિસ્તારમાં શાળા સ્થાપવાની ફરજ:IMP કાયદાના અમલથી ૩ વર્ષમાં સરકારે નિશ્ચિત અંતરે શાળા સ્થાપવી. (ગુજરાત નિયમ મુજબ: ધોરણ ૧ થી ૫ માટે ૧ કિ.મી. અને ધોરણ ૬ થી ૮ માટે ૩ કિ.મી.ની ત્રિજ્યામાં શાળા હોવી જોઈએ).
કલમ - ૭
નાણાકીય અને અન્ય જવાબદારીઓ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે નાણાકીય ભંડોળની સહિયારી જવાબદારી (સામાન્ય રાજ્યો માટે ૬૦:૪૦ અથવા નિયત ગુણોત્તર મુજબ).
કલમ - ૮
સમુચિત સરકારની ફરજો (રાજ્ય સરકાર): મફત શિક્ષણ પૂરું પાડવું, શાળાનું મકાન, શિક્ષકો અને શૈક્ષણિક સાધનો પૂરા પાડવા, શિક્ષકોની તાલીમ અને અભ્યાસક્રમ સમયસર પૂર્ણ થાય તેની કાળજી રાખવી.
કલમ - ૯
સ્થાનિક સત્તામંડળની ફરજો: પોતાના વિસ્તારના ૧૪ વર્ષ સુધીના તમામ બાળકોનું રજિસ્ટર નિભાવવું, શાળાઓનું નિરીક્ષણ કરવું અને સ્થળાંતર કરતા પરિવારોના બાળકોના પ્રવેશની ખાતરી કરવી.
કલમ - ૧૦
માતા-પિતા અને વાલીની ફરજ: પોતાના ૬ થી ૧૪ વર્ષના દરેક બાળકને નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે પ્રવેશ અપાવવો (અનુચ્છેદ 51A-k મુજબ).
કલમ - ૧૧
પૂર્વ-પ્રાથમિક શિક્ષણ (Pre-School / આંગણવાડી) ની વ્યવસ્થા: ૩ થી ૬ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ માટે તૈયાર કરવા સરકારે પૂર્વ-પ્રાથમિક શિક્ષણની મફત વ્યવસ્થા કરવી.
🟠 ૪. પ્રકરણ - ૪ : શાળાઓ અને શિક્ષકોની જવાબદારીઓ (કલમ ૧૨ થી ૨૮) — [સૌથી મહત્વનું પ્રકરણ]
કલમ - ૧૨
ખાનગી શાળાઓમાં ૨૫% મફત પ્રવેશ:MOST IMP તમામ ખાનગી (બિન-અનુદાનિત) શાળાઓએ ધોરણ-૧ (અથવા પૂર્વ-પ્રાથમિક) ના વર્ગની કુલ સંખ્યાના ઓછામાં ઓછા ૨૫% બેઠકો નબળા અને વંચિત જૂથના બાળકો માટે અનામત રાખી મફત પ્રવેશ આપવો પડશે. સરકાર તે બાળકોની ફી શાળાને ભરપાઈ કરશે.
કલમ - ૧૩
કેપિટેશન ફી (ડોનેશન) અને પ્રવેશ કસોટી (ઇન્ટરવ્યુ) પર પ્રતિબંધ:IMP પ્રવેશ વખતે ડોનેશન લેનાર શાળાને લીધેલી રકમના ૧૦ ગણા સુધીનો દંડ થશે. બાળક કે વાલીનો ઇન્ટરવ્યુ (Screening Process) લેનાર શાળાને પ્રથમ વખત રૂ. ૨૫,૦૦૦/- અને ત્યારબાદ દરેક વખતે રૂ. ૫૦,૦૦૦/- નો દંડ થશે.
કલમ - ૧૪
પ્રવેશ માટે ઉંમરના પુરાવા બાબત: જન્મના પ્રમાણપત્ર કે ઉંમરના પુરાવાના અભાવે કોઈપણ બાળકને શાળામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી શકાશે નહીં.
કલમ - ૧૫
પ્રવેશનો ઈન્કાર ન કરવા બાબત: શૈક્ષણિક વર્ષ શરૂ થયાના નિયત સમય (૬ માસ) બાદ પણ જો કોઈ બાળક પ્રવેશ માંગે, તો પણ તેને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી શકાશે નહીં.
કલમ - ૧૬
રોકી રાખવા (નાપાસ કરવા) અને શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ (અને ૨૦૧૯નો સુધારો):IMP મૂળ કાયદા મુજબ ધોરણ ૧ થી ૮ માં કોઈ બાળકને નાપાસ (Detain) કરી શકાતું નહોતું. પરંતુ જાન્યુઆરી ૨૦૧૯ના સુધારા મુજબ ધોરણ ૫ અને ૮ માં વાર્ષિક પરીક્ષા લેવાશે; નાપાસ થનાર બાળકને ૨ માસમાં ઉપચારાત્મક શિક્ષણ આપી ફરી પરીક્ષા લેવાશે, તેમાં પણ અસફળ રહે તો રાજ્ય સરકારના નિયમ મુજબ તે જ ધોરણમાં રોકી શકાશે (પરંતુ શાળામાંથી કાઢી મૂકી શકાશે નહીં).
કલમ - ૧૭
બાળકને શારીરિક સજા કે માનસિક કનડગત પર પ્રતિબંધ:IMP કોઈપણ બાળકને શારીરિક દંડ કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં. ઉલ્લંઘન કરનાર સામે સેવા નિયમો હેઠળ શિસ્તભંગના પગલાં લેવાશે.
કલમ - ૧૮
માન્યતા પ્રમાણપત્ર (Recognition) વગર શાળા ચલાવવા પર પ્રતિબંધ:IMP સરકારની માન્યતા વગર શાળા ચલાવનારને રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ) સુધીનો દંડ અને ત્યારબાદ ઉલ્લંઘન ચાલુ રહે તો દરરોજ રૂ. ૧૦,૦૦૦/- નો દંડ થશે.
કલમ - ૧૯
શાળા માટેના ધોરણો અને માપદંડો (Norms and Standards): દરેક શાળાએ અનુસૂચિમાં દર્શાવેલ ભૌતિક સુવિધાઓ અને માપદંડો ૩ વર્ષમાં પૂર્ણ કરવાના રહેશે.
કલમ - ૨૦
અનુસૂચિ (Schedule) માં સુધારો કરવાની સત્તા: કેન્દ્ર સરકાર જાહેરનામું બહાર પાડીને અનુસૂચિમાં ઉમેરો કે ફેરફાર કરી શકશે.
કલમ - ૨૧
શાળા વ્યવસ્થાપન સમિતિ (School Management Committee - SMC):MOST IMP બિન-અનુદાનિત ખાનગી શાળા સિવાયની તમામ શાળાઓમાં SMC ની રચના કરવી. કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા ૭૫% (૩/૪ ભાગ) સભ્યો માતા-પિતા/વાલી હોવા જોઈએ અને કુલ સભ્યોમાં ૫૦% મહિલા સભ્યો હોવી ફરજિયાત છે. (ગુજરાતમાં SMC માં કુલ ૧૨ સભ્યો હોય છે અને તેની મુદત ૨ વર્ષની હોય છે).
કલમ - ૨૨
શાળા વિકાસ યોજના (School Development Plan - SDP): SMC દ્વારા ૩ વર્ષીય શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવામાં આવશે, જેના આધારે સરકાર તરફથી અનુદાન (ગ્રાન્ટ) મળશે.
કલમ - ૨૩
શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત (TET પરીક્ષા): NCTE દ્વારા નક્કી કરેલ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અને શિક્ષક યોગ્યતા કસોટી (TET) પાસ કરવી ફરજિયાત છે.
કલમ - ૨૪
શિક્ષકોની ફરજો અને ફરિયાદ નિવારણ:IMP (૧) શાળામાં નિયમિતતા અને સમયપાલન, (૨) અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવો, (૩) નબળા બાળકોને વધારાનું શિક્ષણ આપવું, (૪) વાલીઓ સાથે નિયમિત બેઠક યોજવી.
કલમ - ૨૫
વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (Pupil-Teacher Ratio - PTR): દરેક શાળામાં અનુસૂચિ મુજબનો વિદ્યાર્થી-શિક્ષક રેશિયો જાળવવો અને શિક્ષકોની બિન-શૈક્ષણિક કામગીરી માટે પ્રતિનિયુક્તિ (Deputation) ન કરવી.
કલમ - ૨૬
શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા બાબત: કોઈપણ શાળામાં મંજૂર થયેલા કુલ શિક્ષક મહેકમના ૧૦% થી વધુ જગ્યાઓ ખાલી રાખી શકાશે નહીં.
કલમ - ૨૭
બિન-શૈક્ષણિક કામગીરી પર પ્રતિબંધ:MOST IMP શિક્ષકોને માત્ર ૩ જ બિન-શૈક્ષણિક કામગીરી સોંપી શકાશે: (૧) દર દસ વર્ષે થતી વસ્તી ગણતરી, (૨) આપત્તિ રાહત (Disaster Relief) ની કામગીરી, અને (૩) સંસદ, ધારાસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંબંધિત કામગીરી. આ સિવાય અન્ય કોઈ બિન-શૈક્ષણિક કામ સોંપી શકાશે નહીં.
કલમ - ૨૮
શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ:IMP કોઈપણ સરકારી કે અનુદાનિત શાળાના શિક્ષક ખાનગી ટ્યુશન કે ખાનગી શિક્ષણ પ્રવૃત્તિ કરી શકશે નહીં.
🔵 ૫. પ્રકરણ ૫, ૬ અને ૭ ની વિગતવાર કલમો (કલમ ૨૯ થી ૩૮)
📌 પ્રકરણ - ૫ : પ્રારંભિક શિક્ષણનો અભ્યાસક્રમ અને પૂર્ણતા (કલમ ૨૯ થી ૩૦)
કલમ - ૨૯
અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્યપદ્ધતિ (CCE):IMP શૈક્ષણિક સત્તામંડળ (રાજ્યમાં GCERT અને કેન્દ્રમાં NCERT) દ્વારા અભ્યાસક્રમ ઘડવામાં આવશે. શિક્ષણનું માધ્યમ શક્ય હોય ત્યાં સુધી માતૃભાષા રહેશે, બાળકને ભય અને ચિંતામુક્ત વાતાવરણ અપાશે અને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE) પદ્ધતિ અમલમાં મુકાશે.
કલમ - ૩૦
પરીક્ષા અને પૂર્ણતા પ્રમાણપત્ર: પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં સુધી કોઈપણ બાળકને બોર્ડની પરીક્ષા આપવાની ફરજ પડાશે નહીં અને ધોરણ-૮ પૂર્ણ કરનાર દરેક બાળકને પ્રમાણપત્ર (Certificate) આપવામાં આવશે.
બાળકના શિક્ષણના અધિકારની દેખરેખ (NCPCR / SCPCR): રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) અને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (SCPCR) આ કાયદા હેઠળના અધિકારોનું નિરીક્ષણ અને તપાસ કરશે.
કલમ - ૩૨
ફરિયાદોનું નિવારણ: બાળકના અધિકાર અંગેની કોઈપણ ફરિયાદ સ્થાનિક સત્તામંડળને લેખિતમાં કરી શકાશે, જેનો નિર્ણય સત્તામંડળે ૩ માસમાં કરવાનો રહેશે.
કલમ - ૩૩
રાષ્ટ્રીય સલાહકાર પરિષદની રચના (National Advisory Council): કેન્દ્ર સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં નિષ્ણાત હોય તેવા મહત્તમ ૧૫ સભ્યોની રાષ્ટ્રીય સલાહકાર પરિષદ રચવામાં આવશે.
કલમ - ૩૪
રાજ્ય સલાહકાર પરિષદની રચના (State Advisory Council): રાજ્ય સરકાર દ્વારા મહત્તમ ૧૫ સભ્યોની રાજ્ય સલાહકાર પરિષદની રચના કરવામાં આવશે.
📌 પ્રકરણ - ૭ : પ્રકીર્ણ જોગવાઈઓ (કલમ ૩૫ થી ૩૮)
કલમ - ૩૫
માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા: કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને અને રાજ્ય સરકાર સ્થાનિક સત્તામંડળ કે SMC ને અમલીકરણ માટે માર્ગદર્શિકા આપી શકશે.
કલમ - ૩૬
ફોજદારી કાર્યવાહી માટે પૂર્વ મંજૂરી: કલમ ૧૩, ૧૮ અને ૧૯ હેઠળના ગુનાઓ બદલ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વગર કોર્ટમાં ખટલો ચલાવી શકાશે નહીં.
કલમ - ૩૭
શુદ્ધ બુદ્ધિથી કરેલા કાર્યોને રક્ષણ: આ કાયદા હેઠળ સદ્ભાવનાથી (Good Faith) કરેલ કાર્યવાહી બદલ સરકાર કે અધિકારી સામે કોઈ દાવો કે કાનૂની કાર્યવાહી થઈ શકશે નહીં.
કલમ - ૩૮
નિયમો બનાવવાની સમુચિત સરકારની સત્તા:IMP આ કલમ હેઠળ મળેલી સત્તાની રૂએ ગુજરાત સરકારે ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૨ ના રોજ 'ગુજરાત RTE નિયમો - ૨૦૧૨' બનાવ્યા છે.
📊 ૬. RTE Act - 2009 ની અનુસૂચિ (The Schedule) : શાળાના ધોરણો અને માપદંડો (કલમ ૧૯ અને ૨૫)
બાબત / માપદંડ
ધોરણ ૧ થી ૫ (નિમ્ન પ્રાથમિક)
ધોરણ ૬ થી ૮ (ઉચ્ચ પ્રાથમિક)
૧. વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (PTR)
• ૬૦ સુધી બાળકો: ૨ શિક્ષકો
• ૬૧ થી ૯૦ બાળકો: ૩ શિક્ષકો
• ૯૧ થી ૧૨૦ બાળકો: ૪ શિક્ષકો
• ૧૨૧ થી ૨૦૦ બાળકો: ૫ શિક્ષકો
• ૧૫૦ થી વધુ બાળકો થાય તો: ૫ શિક્ષક + ૧ મુખ્ય શિક્ષક (HTAT)
• ૨૦૦ થી વધુ બાળકો હોય તો રેશિયો ૪૦:૧ થી વધવો ન જોઈએ (સામાન્ય ગુણોત્તર ૩૦:૧).
• પ્રત્યેક વર્ગ દીઠ ઓછામાં ઓછો ૧ શિક્ષક એ રીતે:
(૧) ગણિત-વિજ્ઞાન માટે ૧ શિક્ષક
(૨) સામાજિક વિજ્ઞાન માટે ૧ શિક્ષક
(૩) ભાષા માટે ૧ શિક્ષક
• દર ૩૫ બાળકોએ ૧ શિક્ષક (૩૫:૧).
• ૧૦૦ થી વધુ બાળકો હોય ત્યાં ૧ પૂર્ણકાલીન મુખ્ય શિક્ષક (HTAT) તથા કલા, સ્વાસ્થ્ય અને કાર્યશિક્ષણ માટે અંશકાલીન શિક્ષકો.
• દરેક શિક્ષક દીઠ ઓછામાં ઓછો ૧ વર્ગખંડ અને ૧ કાર્યાલય-સ્ટોર-મુખ્ય શિક્ષક ખંડ.
• દિવ્યાંગ બાળકો માટે અવરોધમુક્ત પ્રવેશ (રેમ્પ અને રેલિંગ).
• છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની સુવિધા.
• મધ્યાહ્ન ભોજન રાંધવા માટે રસોડું (Kitchen Shed), રમતનું મેદાન અને શાળા ફરતે સંરક્ષણ દીવાલ (Compound Wall).
• દરેક શાળામાં પુસ્તકાલય (Library) અને રમતગમતના સાધનો.
🏆 ૭. સ્પર્ધાત્મક પરીક્ષા (TET/TAT/HTAT/GPSC) માટે ખાસ યાદ રાખવા જેવા Golden Points
૧. ગુજરાત RTE નિયમો - ૨૦૧૨ (૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૨) ની ખાસ જોગવાઈઓ:
📋 ગુજરાત નિયમોમાં કુલ ૮ પ્રકરણ અને ૩૩ નિયમો છે👥 SMC માં કુલ ૧૨ સભ્યો (૯ વાલી સભ્યો + ૧ આચાર્ય (સભ્ય સચિવ) + ૧ સ્થાનિક ચૂંટાયેલ પ્રતિનિધિ + ૧ શિક્ષણવિદ)⏳ SMC ની મુદત: દર ૨ વર્ષે પુનઃરચના કરવામાં આવે છે
No comments:
Post a Comment